મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની શ્રધ્ધા સોસાયટીમાં મકાન ઉપર કબ્જો કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE







મોરબીની શ્રધ્ધા સોસાયટીમાં મકાન ઉપર કબ્જો કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

રાજકોટના યુવાનનું શ્રધ્ધા સોસાયટીમાં પ્લોટ નંબર- ૨૧ ઉપર મકાન આવેલ છે જેના ઉપર બે શખ્સો દ્વારા વર્ષ ૨૦૧૭ થી કબ્જો કરી લેવામાં આવેલ છે જેથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ વેલનાથ ચોક ગોવીંદનગર શેરી નંબર-૧ સોરઠીયા પ્રજાપતીની વાડી પાસે રહેતા રમેશભાઇ બીજલભાઇ મકવાણા જાતે આહીર (ઉ.૪૨)એ હાલમાં નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાણા અને જયપાલસિંહ મહેન્દ્રસિંહ રાણા રહે. બન્ને મોટા રામપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, જુલાઇ ૨૦૧૭ થી આજ દિન સુધી મોરબી તાલુકાના અમરેલી ગામના સર્વે નંબર-૧૪૧ ની શ્રધ્ધા સોસાયટીમાં પ્લોટ નંબર- ૨૧ ઉપર આરોપીઓએ ફરીયાદીની માલીકીનુ રહેણાંક હેતુ માટે મકાન આવેલ છે જેના ઉપર કબ્જો કરી લીધેલ છે અને તેનો વપરાશ કરી જમીન પચાવી પાડી છે જેથી કરીને યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News