ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે સીએ-સીએસની કારકિર્દી અને મોટિવેશન સેમિનારનું આયોજન કરાયું


SHARE







મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે સીએ-સીએસની કારકિર્દી અને મોટિવેશન સેમિનારનું આયોજન કરાયું

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે આવેલી નાલંદા વિદ્યાલય ખાતે ધો. ૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે સીએ અને સીએસ ની કારકિર્દી તેમજ મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટિવેશનલ સ્પીકર મૌલિન પંડ્યાએ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની સાથે તમામ સુખ સુવિધા જીવનમાં મળે તે માટે માતા-પિતાએ કરેલા સંઘર્ષની વાત સમજાવેલ હતી અને માતા પિતાએ બાળકોના જીવન ઘડતર માટે આપેલ યોગદાનની  ઇમોશનલ અને ચોટદાર વક્તવ્યથી ઘણાં વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવી ગયા હતા. ખરેખર જીવનકાળ દરમિયાન માતા પિતાનો સંઘર્ષએ પુત્ર કે પુત્રી માટે અકલ્પનિય છે જે બાબત આજના સેમિનારમાં સાર્થક થયેલ છે તેમજ સીએ મૌલિક ટોલિયાએ વિદ્યાર્થીઓને સી.એ. બનવા માટેનું જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ હતું આ સેમિનારના અંતમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી ખૂબ સરસ માહિતી પૂરી પાડી હતી. અને આ સેમિનારને સફળ બનાવવા માટે નાલંદા વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી બી.એ. ગામી તથા તમામ કોમર્સ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી






Latest News