મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામની શાળામાં તમાકુ કંટ્રોલ સેલ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE







હળવદના કવાડિયા ગામની શાળામાં તમાકુ કંટ્રોલ સેલ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઇ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપૂરના સહયોગથી  કવાડિયા પ્રાથમિક શાળા ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. જેમાં તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપૂરહળવદ દ્રારા ખાતે આવેલી કવાડિયા પ્રાથમિક શાળામાં વ્યસન અંગે જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમાકુ નિષેધ નિબંધ સ્પર્ધામાં ૩૩૦ માથી ૩૮ જેટલા બાળકોએ લાભ લીધો હતો. જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આર્થિક અસરોવ્યસનનું સમાજમાં પ્રમાણ તથા આકડાકીય માહિતી દર્શાવતા વિવિઘ વિષયો પર વકતવ્ય આપ્યું હતું. જેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરાયા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે  તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ ગણમેડિકલ ઓફિસર ડો. બ્રિજેશ વીડજાતેમજ mphs નીશીત શાહકવાડિયા સબ સેંટરનો સ્ટાફ તથા ડો.કિરણ માથકીયા હાજર રહ્યા હતા. અને સંપૂર્ણ કાર્યક્રમ મોરબી જિલ્લા આરોગ્ય શાખા અને હળવદ તાલુકા આરોગ્ય શાખાના ડો. ભાવિન ભટ્ટી અંતર્ગત કરવામાં આવેલ હતો






Latest News