મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે નીલકંઠ મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન


SHARE







મોરબીના સામાકાંઠે નીલકંઠ મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

શ્રી અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાનશ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય અનુગ્રહથી મોરબીની પવિત્ર ધરતી ઉપર પતિત પાવની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.આ દિવ્ય જ્ઞાનયજ્ઞમાં જીવ, જગત અને જગદીશનો સબંધ સમજી જીવનને નારાયણ પ્રિય બનાવી સાર્થક કરવામાં સંસારરૂપી ગૃહસ્થ ધર્મને સમજવા ઈશ્વરના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સૌને પધારવા આયોજકો દ્રારા હૃદયપૂર્વક જાહેર આમંત્રણ આપવમાં આવેલ છે.કથા પ્રારંભ વિક્રમ સંવત ૨૦૭૯ પોષ સુદ ૧૪  ને તા.૫-૧ ને ગુરૂવારથી થશે અને કથા વિરામ વિ. સં.૨૦૭૯ ને પોષવદ  ૪ ને  બુધવાર તા.૧૧-૧ ના થશે. 

કથા દરમિયાન પોથીયાત્રા, શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યોપદેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રીરામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પ્રસંગો ઉજવાશે કથાના વક્તા તરીકે મોરબીના સુપ્રસિદ્ધ વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા કથાનું રસપાન કરાવાશે.કથા નીલકંઠ મહાદેવ મંદિર, નીલકંઠ સોસાયટી મોરબી-૨ ના દરોજ બપોરે ૨ થી ૬ કલાક યોજાશે.કથા શ્રવણ માટે નીલકંઠ સોસાયટી મહિલા મંડળ અને ગોપી મંડળ દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કોઈપણ યજમાનોને પોતાના પિતૃઓના ફોટા રાખીને પોથી પાટલા માટે નામ નોંધાવવા શાસ્ત્રીજીના મોબાઇલ નંબર ૮૦૦૦૯ ૧૧૪૪૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News