તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ગામે તમારી દુકાન ગેરકાયદેસર છે કહી જેસીબી વડે દુકાન પાડીને આધેડ ઉપર ભત્રીજાઓનો હુમલો..!


SHARE











મોરબીના પીપળીયા ગામે તમારી દુકાન ગેરકાયદેસર છે કહી જેસીબી વડે દુકાન પાડીને આધેડ ઉપર ભત્રીજાઓનો હુમલો..!

મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા ગરાસીયા આધેડ ઉપર તેમના કૌટુંબીક ભત્રીજાઓ દ્રારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા આધેડને સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.જયાંથી તેઓએ ફરિયાદ નોંધાવતા હાલમાં તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને મારામારીના આ બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા ગોવિંદસિંહ નરવિરસિંહ જાડેજા જાતે દરબાર નામના ૫૦ વર્ષના આધેડને તેમજ સામેના પક્ષના ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા (૩૨) રહે. પીપળીયા વાળાઓને ઇજાઓ પહોંચતા બંનેને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા ત્યાંથી ગોવિંદસિંહ જાડેજાને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.બાદમાં તાલુકા પોલીસ મથકના એએસઆઈ આઈ.એમ.અજમેરી દ્વારા આ અંગે નિવેદન નોંધીને આગળની તજવીજ હાથ ધરવામાં આવતા ભોગ બનેલ ગોવિંદસિંહ નરવિરસિંહ જાડેજા નામના આધેડે પીપળીયા ગામના જ ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ મહિપતસિંહ જાડેજા રહે. બંને રાજીવનગર પીપળીયા તા.જી.મોરબી સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે પીપળીયા ગામે તેઓની અનાજ દળવાની ઘંટી આવેલ છે અને આ ઘંટી હાલ બંધ હાલતમાં હોય તમારી દુકાન ગેરકાયદેસર છે તેમ કહીને ઓમદેવસિંહ અને પૃથ્વીરાજસિંહ દ્વારા જેસીબી મશીન વડે તેઓની દુકાન (બંધ ઘંટી) પાડવા માટે તજવીજ કરવામાં આવતી હતી દરમ્યાનમાં તેઓએ દુકાન તોડવાની ના પાડી હતી જેથી કરીને ઉપરોક્ત બંને આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ગોવિંદસિંહને ગાળો આપવા લાગ્યા હતા.બાદમાં બંનેએ ગોવિંદસિંહને ઢીકાપાટુનો માર મારીને લોખંડની ટામી વડે તેઓના ડાબા પગના ભાગે માર મારવામાં આવતા ગોવિંદસિંહને ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચતા ગોવિંદસિંહને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ગોવિંદસિંહ જાડેજા દ્વારા ઓમદેવસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવવામાં આવેલી હોય તાલુકા પીએસઆઇ બી.એ.ગઢવી દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોવિંદસિંહની બંધ હાલતમાં ઘંટી ત્યાં આવેલ હોય અને તે કોમન જગ્યામાં હોય સામેવાળા ઓમદેવસિંહ અને પૃથ્વીરાજસિંહ તે બંધ દુકાન તોડી પાડીને ત્યાં પાર્કિંગ માટે વંડો બનાવવા ઇચ્છતા હોય તે માટે આ દુકાન તોડી પાડવામાં આવી હતી અને તેઓ ભોગ બનેલ ગોવિંદસિંહના કૌટુંબીક ભત્રીજા થતા હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રહેવાસી રવિદાસ ગોવિંદભાઈ ચૌધરી નામનો ૩૨ વર્ષનો યુવાન શહેરના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર ચોકડી નજીક આવેલ વિશાલ ફર્નિચર પાસેથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લવાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપી તેની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયેલ છે બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમજ મોરબીના ધર્મનગર સોસાયટીમાં રહેતા ભાનુબેન અમરસીભાઈ માંડલિયા નામના ૫૬ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે તેઓના ઘર નજીક બાઇક સ્લાપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાઓ પામતા ભાનુબેનને સારવાર માટે ખસેડાયા હતા






Latest News