મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

હળવદમાં સોલાર વોટર હીટરના બિલ બાબતે દુકાનદાર સાથે માથાકૂટ કરી મારી નાખવાની ધમકી


SHARE











હળવદમાં સોલાર વોટર હીટરના બિલ બાબતે દુકાનદાર સાથે માથાકૂટ કરી મારી નાખવાની ધમકી

હળવદમાં રેલવે સ્ટેશન પાસે આવેલ દુકાને જઈને સોલાર વોટર હીટરના બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરી હતી અને ત્યારે ટેબલ ઉપર પડેલ લોખંડની વસ્તુનો છૂટો ખા કરીને દુકાનદારને જમણા હાથે અને જમણા પગે ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણમાં મળતી માહિતી પ્રમાણે હળવદના સરા રોડ ઉપર આવેલ આલાપ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ લક્ષ્મણભાઈ દલસાણીયા જાતે પટેલ (ઉંમર વર્ષ ૪૭) ની રેલવે સ્ટેશન રોડ ઉપર પટેલ વાયર એજન્સી નામની દુકાન આવેલ છે તે દુકાને હળવદના રાણેકપર રોડ ઉપર રામવીલા બંગ્લોઝમાં રહેતા મેહુલસિંહ ઝાલા આવ્યા હતા અને સોલાર વોટર હીટરના પ્લમ્બિંગ બિલ બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ત્યારે ટેબલ ઉપર પડેલ લોખંડની વસ્તુનો ઘા કરીને દુકાનદાર વિનોદભાઈને જમણા હાથે તથા જમણા પગે ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા દુકાનદાર દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે મેહુલસિંહ ઝાલા સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેર થી અમરસર ફાટક તરફ જતા રસ્તા ઉપરથી તીથવા ગામે રહેતા હુસેનભાઇ અલીભાઈ ખોરજીયા જાતે મોમીન (ઉંમર વર્ષ ૬૦) પોતાનો બાઈક નં જીજે ૩ સીએમ ૨૭૫૩ લઈને જતા હતા ત્યારે કાર નં જીજે ૩  એબી ૮૬૨૦ ના ચાલક મોહમ્મદરફીકભાઈ અમીનભાઇ માથકિયા રહે નવી કલાવડી વાળા એ બાઈકને પાછળથી હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વૃદ્ધને કપાળ, નાકના અને ડાબા પગે ઇજા થયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા અને હુસેનભાઇએ હાલમાં મહમદરફીકભાઇ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News