તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ટાવરના વંડામાંથી બે લાખની કિંમતના જનરેટરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ


SHARE











મોરબી નજીકથી ટાવરના વંડામાંથી બે લાખની કિંમતના જનરેટરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી પાસે ઈન્ડેઝના ટાવર પાસેથી કિલોસ્કાર કંપનીના ૧૫ કેવિના જનરેટરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને બે લાખ રૂપિયાની કિંમતના જનરેટરની ચોરી થઈ હોવા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ચોરીના આ ગુનામાં હાલમાં ત્રણ આરોપીને પકડીને તેની પાસેથી જનરેટર કબજે કરેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા અશોકભાઈ પાલજીભાઈ રાઠોડ (૩૭) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે ગત તા. ૧૯/૧૨ ના રાત્રીના ૧૧:૦૦ વાગ્યાથી લઈને તા. ૨૪/૧૨ ના બપોરના ૩:૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી પાસે ઇન્ડેઝના ટાવરના વંડામાં દિવાલનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરીને ટાવર પાસે રાખવામાં આવેલ કિલોસ્કર કંપનીનું ૧૫ કેવીનું જનરેટર જેની કિંમત બે લાખ રૂપિયાના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને એ ડિવિઝનના અંબાપ્રતાપસિંહ જાડેજા, ચકુભાઇ કરોતરા તથા હિતેષભાઇ ચાવડાને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, જનરેટર ચોરીમાં ટાવર કંપનીમા ફરજ બજાવતો ટેકનીશીયન મહેશભાઇ કનુભાઇ વ્યાસ રહે. ઉમીયા રેસીડેન્સી દલવાડી સર્કલ પાસે મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી તેની પુછપરછ કરતા તેને ચોરીની કબુલાત આપી હતી

ઇન્ડેઝ ટાવર પ્રા.લી.માથી ચોરી કરેલ જનરેટર આરોપી તૌફીકભાઈ યાકુબભાઈ સોલંકી રહે. મોટી ટાંકી ચોક સદર બજાર રાજકોટ તથા મકસુદભાઈ અહેમદભાઈ મોહેલ રહે. મોટી ટાંકી ચોક સદર બજાર રાજકોટ વાળાઓને વેચાણથી આપ્યું હોવાની કબૂલાત આપી હતી જેથી કરીને પોલીસે ચોરીમા ગયેલ જનરેટર કબ્જે કરીને જનરેટર લેવા આવેલ બંને ઇસમો મળી ટાવરના ટેકનીશીયન સહીત ત્રણેયની ધરપકડ કરેલ છે હાલમાં પોલીસે મહેશભાઇ કનુભા વ્યાસ, તૌફીકભાઈ યાકુબભાઈ સોલંકી અને મકસુદભાઈ અહેમદભાઈ મોહેલનીને પકડીને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News