મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે રુદ્ર પ્લાઝા પાસે એસીપી બોર્ડનું કામ કરતાં યુવાનને ઈલેક્ટ્રીક શોટ લગતા મોત નીપજયું


SHARE





મોરબીના સનાળા રોડે રુદ્ર પ્લાઝા પાસે એસીપી બોર્ડનું કામ કરતાં યુવાનને ઈલેક્ટ્રીક શોટ લગતા મોત નીપજયું

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ રુદ્ર પ્લાઝા પાસે એસીપી બોર્ડનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન યુવાનનો હાથ ત્યાંથી પસાર થતી વીજ લાઈનમાં અડી ગયો હતો જેથી કરીને તે યુવાનને શોટ લાગ્યો હતો અને યુવાન દાઝી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી અકસ્માતના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામ નજીક સમજુબા સ્કૂલ વાળી શેરીમાં રહેતા દિનેશભાઈ કિશોરભાઈ મહેમદાવાદીયા (ઉંમર ૪૨) મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ રુદ્ર પ્લાઝા નીલકંઠ હોસ્પિટલની બાજુમાં એસીપી ફર્નિચર બોર્ડ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતી વીજ કંપનીની મેઇન ઈલેક્ટ્રીક લાઈનને એસીપી ફર્નિચર બોર્ડ બનાવતા સમયે હાથ અડી ગયો હતો જેથી કરીને તેને ઇલેક્ટ્રીક શોટ લાગતા દિનેશભાઈ દાઝી ગયા હતા. જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી મૃતકના ભાઈ હિતેશભાઈ કિશોરભાઈ મહેમદાવાદીયા (ઉંમર ૪૨) રહે. શ્યામ પાર્ક સોસાયટી પંચાસર રોડ મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને આ બનાવવાની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધનું મોત

મોરબીના માધાપર જાપા પાસે રહેતા મનુભાઈ ગોકળભાઈ સારલા જાતે કોળી (ઉંમર ૬૦) ને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખતું હતું જેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે આંતરડાનું ઓપરેશન કરાવ્યું હતું ત્યારબાદ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને આ બનાવની મૃતકના દિકરા સુરેશભાઈ મનુભાઈ સારલા (૩૩) રહે. માધાપરના જાપા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News