મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે હરિગુણ રેસીડેન્સીમાં પગ લપસતા પાંચમા માળેથી નીચે પટકાયેલ સગીરનું સારવારમાં મોત


SHARE





મોરબીના પીપળી રોડે હરિગુણ રેસીડેન્સીમાં પગ લપસતા પાંચમા માળેથી નીચે પટકાયેલ સગીરનું સારવારમાં મોત

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ હરિગુણ સોસાયટીમાં હરિગુણ રેસીડેન્સીમાં કામગીરી દરમિયાન પિતાની સાથે ગયેલ સગીર બાળકનો પગ લપસતા તે પાંચમા માળેથી નીચે પટકાયો હતો જેથી તેને શરીરે ઇજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના પીપળી રોડ ઉપર આવેલ હરિગુણ સોસાયટીમાં હરિગુણ રેસીડેન્સીમાં મૂળ દાહોદના પીપલીયા ગામના રહેવાસી રમણભાઈ હિંમતભાઈ બારીયા (ઉંમર ૩૭) કામગીરી કરી રહ્યા હતા ત્યારે તે પોતાના દીકરા દશરથ (ઉંમર ૧૬) ને ત્યાં સાથે લઈ ગયા હતા અને દરમિયાન રમણભાઈનો દીકરો દશરથ પાંચમા માળે આંટા મારતો હતો ત્યારે બાલ્કની પાસે પગ લપસતા તે પાંચમાં માળેથી નીચે પટકાયો હતો જેથી તેને પડખા, વાંસા, પગ અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે બાળકને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નહીં નિવડતાં તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતકના પિતા રમણભાઈ બારીયાએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News