અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં ઘૂસીને ગાળો આપી માર મારીને છરીની અણીએ મહિલાને ઉપાડી જવાની ધમકી


SHARE





મોરબીમાં ઘરમાં ઘૂસીને ગાળો આપી માર મારીને છરીની અણીએ મહિલાને ઉપાડી જવાની ધમકી

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ બિલાલી મસ્જિદ પાસે રહેતી પરણીતાના ઘરમાં ઘૂસીને ત્રણ શખ્સો દ્વારા તેને છરી બતાવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ મહિલાનું બાવડું પકડીને તેને ઉપાડી જવાની ધમકી આપવામાં આવી હતી જેથી હાલમાં ભોગ બનેલ પરણીતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદ પાસે પ્રજાપતિ કારખાના સામે રહેતા પરિણીતાએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તોફિકભાઈ ઈબ્રાહીમભાઇ ચાનિયા રહે. પરસોતમ ચોક મોરબી તથા બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેના સાસુ-સસરા પણ ત્યાં હાજર હતા ત્યારે આરોપી તોફીક ઈબ્રાહીમભાઈ ચાનિયા અને તેની સાથે બે અજાણ્યા શખ્સો તેના ઘરમાં આવ્યા હતા અને તેને છરી બતાવીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જપાજપી કરીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને ત્યારે તેને બચાવવા માટે વચ્ચે પડેલા તેના પરિવારજનોને પણ માર માર્યો હતો અને ફરિયાદી મહિલાનું વાવડું પકડીને ઉપાડી જવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ પરિણીતા દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તોફિકભાઈ ઈબ્રાહીમભાઇ ચાનિયા સહિત ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૩૫૪, ૪૪૨, ૫૦૪ ૫૦૬ (૨), ૧૧૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News