અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘૂટું રોડે કારખાનાની પાછળના જુગાર રમતા સાત જુગારી પકડાયા


SHARE





મોરબીના જુના ઘૂટું રોડે કારખાનાની પાછળના જુગાર રમતા સાત જુગારી પકડાયા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦૧૦૦ નો મુદામાલ કબજે કરીને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ આકૃતિ સીરામીકની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઉદીત નારાયણ પ્રજાપતિ, રામબલ્લી રસપાલ રઈદાસ, આનંદકુમાર નવાબસિંઘ કુસ્વાહા, નીતિનકુમાર રામપાલસિંહ સિસોદિયા, નીરજ ભૈયાલાલ પરિહાર, રાજકુમાર મીશ્રીલાલ કોરી અને સુજીતકુમાર રમેશકુમાર સોનકર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી રૂા.૧૦,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતો કમલેશ તુલસીભાઈ ચૌહાણ નામનો ૩૨ વર્ષનો યુવાન તેના ઘેર ફળિયા પાસે આવેલ પાંચેક ફૂટ ઊંચી દીવાલ ઉપરથી નીચે પડી જતા માથાના ભાગે ઈજા થવાથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરી આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા

મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતો અંકિત આદિતભાઈ પરમાર નામનો ૨૨ વર્ષનો યુવાન મોરબી તાલુકાના ભરતનગર ગામે આવ્યો હતો અને ત્યાં નજીકની વાતે મારામારીના બનાવમાં ઈજા થતાં તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અબ્દુલ કરીમભાઈ બેલીમ નામના ૬૩ વર્ષના વૃદ્ધ બેલ સિરામિક જાંબુડીયા પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું તેઓ કામ પરથી પરત ઘરે જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવવામાં ઘવાયેલ અબ્દુલભાઈને સારવારમાં ખસેડ્યા હતા તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News