ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનાના વંડા પાસે ઈલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત


SHARE





મોરબીના લખધીરપુર રોડે કારખાનાના વંડા પાસે ઈલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના વંડા પાસે ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને ૧૦૮ મારફતે તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોમાણી સીરામીક ખાતે રહેતા મહિપાલભાઈ ઉજાગરભાઈ ગૌતમ (૩૨) ને સિરામિક કારખાના વંડા પાસે કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તાત્કાલિક ૧૦૮ મારફતે તેને રાજકુમાર ગૌતમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતના બનાવવામાં ઈજા

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતો વીકીનભાઈ મનજીભાઈ દેસાઈ નામનો ૨૭ વર્ષનો યુવાન બેલાથી પીપળી બાજુ જતો હતો તે સમયે રાધે ક્રિષ્ના મોલની સામે બે બાઈક સામસામા અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઈજા પામતા વિકીનભાઈ દેસાઈને મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મૂળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબી રહેતો સુનિલ પુબનભાઈ કરણ નામનો ૨૯ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે મોરબીના બેલા રોડ ઉપર પુલ પાસે સોમનાથ પંપ સામે અજાણ્યા બાઇક સાથે તેનું બાઇક અથડાવાથી ઇજા પામતા તેને પણ સારવારમાં ખસેડાયો હતો.




Latest News