મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં મેડિકલની સારવારમાં દેણું વધી જતાં લૂંટનો પ્લાન બનાવ્યો !


SHARE







મોરબીમાં મેડિકલની સારવારમાં દેણું વધી જતાં લૂંટનો પ્લાન બનાવ્યો !

મોરબીના પીપળી ગામ પાસેથી ૨૯ લાખની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓ આગામી તા ૩૦ સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે ત્યારે હજુ પણ કેટલાક ગુનાના ભેદ ઉકેલવાની શક્યતા સેવાઇ રહી છે અને સૂત્રોના કહેવા પ્રમાણે લૂંટની ઘટના આપનારા આરોપી ઉપર મેડિકલની સારવાર પછી દેણું વધી ગયું હતું જેથી કરીને તેને લૂંટની ટીપ આપી હોવાનું સામે આવી રહ્યું છે

થોડા દિવસો પહેલા મોરબી નજીકના પીપળી ગામે આવેલ કેલે ફેકશન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેશિયર તરીકે કામ કરતો અને પીપળી ગમે રહેતો ચંદ્રેશભાઇ સવજીભાઈ શિરવી (૩૬) પોતાનું કામકાજ પૂરું કરીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે પીપળી ગામ પાસે આવેલ આશ્રમ નજીક તેના બાઇકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઠોકર મારી હતી અને ત્યાર બાદ ચંદ્રેશભાઇને ઢીકાપાટુનો માર મારીને તેની પાસેથી રોકડા ૨૯ લાખ ભરેલ થેલો લઈને આરોપીઓ કારમાં નાસી ગયા હતા ત્યાર બાદ ચંદ્રેશભાઇ શિરવીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લૂંટની ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસે મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત  (૨૮), શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ જાતે કારડીયા રાજપુત (૨૯), મહિપાલસિંહ અભેસંગ ગોહેલ જાતે કારડીયા રાજપુત (૨૭), ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી (૩૦), રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા (૨૮), દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર (૨૮) અને અર્જુનગીરી નારદગીરી ગોસાઈ (૨૧) ની ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓ આગામી તા ૩૦ સુધીના રિમાન્ડ ઉપર છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી અર્જુનગીરી નારદગીરી ગોસાઈ ઉપર મેડિકલની સારવાર પછી દેણું વધી ગયું હતું જેથી કરીને તેને ઝડપથી રૂપિયા મેળવવા માટે મયુરસિંહ દિલીપભાઈ ડોડીયાને લૂંટની ઘટનાને અંજામ આપવા માટે ટીપ આપી હતી






Latest News