મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ-મહામંત્રી સહિતના હોદેદારોની બિન હરીફ વરણી


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ-મહામંત્રી સહિતના હોદેદારોની બિન હરીફ વરણી

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહામંત્રીની બિન હરીફ વરણી કરવામાં આવી છે આટલું જ નહીં પરંતુ તમામ તાલુકા યુનિટના કારોબારી સભ્યો, તમામ તાલુકા યુનિટના પ્રમુખ અને મહામંત્રીની પણ બિન હરીફ વરણી કરવામાં આવી છે જેથી સંઘના પ્રમુખ અને મહામંત્રી તમામ હોદેદારોને અભિનંદન આપેલ છે.

સમગ્ર રાજયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદાર બનવા માટે ઈલેક્શન થવા જઇ રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં ઇલેકશન નહીં પરંતુ સિલેક્શન દ્વારા સંઘના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે અને સમગ્ર ગુજરાતને ઉત્તમ ઉદાહરણ મોરબી જિલ્લાએ પૂરું પડ્યું છે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા અને મહામંત્રી દિનેશભાઇ આર. હુંબલએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લા સંઘના પ્રમુખ અને મહામંત્રી દ્વારા તમામ તાલુકા યુનિટના પ્રમુખ અને મહામંત્રી સાથે ચર્ચા વિચારણા કરી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા સંઘના  બાકી હોદ્દેદારોની  નિમણુંક બિન હરીફ કરવામાં આવેલ છે.

નવા હોદેદારોમાં સિનિયર કાર્યાધ્યક્ષ કાલરીયા નરેદ્રભાઇ એસ., સિનિય૨ ઉપપ્રમુખ ડાંગર અજયભાઈ એમ., સિનિયર મંત્રી ઝાલા મહેદ્રસિંહ એફ., કોષાધ્યક્ષ ઉપાધ્યાય રાજેશકુમારજી અને કાર્યાધ્યક્ષમાં પટેલ નીતિનકુમાર ડી., ખાંભરા સુભાષભાઇ વી., આલ દેવરાજભાઈ ટી. તેમજ દેત્રોજા રજનીશભાઈ પી.નો સમાવેશ કરેલ છે જયારે ઉપપ્રમુખમાં ભાગીયા નિમેષભાઈ જી., જાકાસણીયા મેહુલભાઈ ડી., વધેલા ભાવેશભાઈ કે., હડીયલ રાંતોષભાઈ એસ. અને કુંભરવાડિયા પીઠાભાઈ બી.ને લેવામાં આવેલ છે અને સંગઠન મંત્રીમાં માંડવિયા નિતિનભાઈ ડી. અને લાવડીયા પ્રભાતભાઈ વી., પ્રચાર મંત્રીમાં વરમોરા રોતકુમાર જે. અને પટેલ નરેશભાઇ ડી. તેમજ કાર્યાલમંત્રીમાં મકવાણા બળદેવભાઇ જી.ને લેવામાં આવેલ છે અને તમામ નવનિયુક્ત હોદ્દેદારોને મોરબી જિલ્લા સંઘના પ્રમુખ અને મહામંત્રીએ શુભેચ્છાઓ પાઠવી છે.






Latest News