મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલની ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનોએ મુલાકાત લીધી


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલની ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનોએ મુલાકાત લીધી

કોરોનાનું સંક્રમણ ફરી પાછું વધતું હોય તેવું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે આગામી દિવસોમાં ભારતની અંદર કોરોના હાહાકાર ન મચાવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ અગમચેતીના પગલાં ભરવાનું શરૂ કરી દીધેલ છે અને આરોગ્ય લક્ષી સારવાર તાત્કાલિક કોરોનાની પરિસ્થિતિમાં દર્દીઓને મળી રહે તેના માટેની આરોગ્ય વિભાગ અને સરકાર કવાયત દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને ટંકારા પડધરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિર્મલભાઇ જારીયા તેમજ મોરબી જિલ્લા આઈટી સેલના પ્રમુખ જતીનભાઈ ફુલતરીયા સહિતનાઓ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની પરિસ્થિતિ આવે તો દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તેના માટેની કઈ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે અને દવાનો સ્ટોક સહિતની બાબતોની માહિતી જવાબદાર અધિકારી પાસેથી મેળવી હતી અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે આરોગ્ય તંત્ર સજજ છે તેવું ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું






Latest News