મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર રોડે અકસ્માત કરીને વૃદ્ધનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ 


SHARE







મોરબીના જડેશ્વર રોડે અકસ્માત કરીને વૃદ્ધનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ 

મોરબીમાં આવેલ જડેશ્વર મંદિર પાસે જડેશ્વર રોડ ઉપરથી ચાલીને પગપાળા જતા વૃદ્ધને પાછળથી બાઇક ચાલકે ડફેટ લીધા હતા જેથી વૃદ્ધને માથામાં તથા શરીરે ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયા હતા જો કે, તે વૃદ્ધનું સારવારમાં મોત નીપજ્યું હતું જેથી મૃતકના ભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરા-૧ માં રહેતા અને લુહારી કામ કરતા બળવંતભાઈ ટપુભાઈ રાઠોડ જાતે લુહાર (૫૭) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ભવ્ય ઈલેક્ટ્રીક નામની દુકાન પાસેથી તેના ભાઈ હસમુખભાઈ ટપુભાઈ રાઠોડ પગપાળા ચાલીને જતા હતા ત્યારે તેઓને પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા અને પછાડી દીધા હતા જેથી કરીને હસમુખભાઈને માથામાં તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જેથી મૃતક વૃદ્ધના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક વસીમ યુસુફભાઈ માણેક જાતે મિયાણા (૨૦) રહે. મદીના સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરલે છે






Latest News