મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

અમદાવાદથી પાસાના આરોપીઓને ભુજની જેલમાં મૂકવા જતી પોલીસની બસનો હળવદ પાસે અકસ્માત


SHARE











અમદાવાદથી પાસાના આરોપીઓને ભુજની જેલમાં મૂકવા જતી પોલીસની બસનો હળવદ પાસે અકસ્માત

હળવદ માળીયા હાઇવે ઉપરથી અમદાવાદ પોલીસ વિભાગની સરકારી બસ પાસાના આરોપીઓને ભુજની જેલમાં મૂકવા માટે જતી હતી ત્યારે દેવળીયા ગામ પાસે બસની આડે અચાનક વાહન આવ્યું હતું જેથી બસના ચાલકે બસને બ્રેક લગાવી હતી અને બસ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી અને ત્યાં વીજ પોલ સાથે બસ અથડાઈ હતી જેથી બસમાં નુકસાન થયું હોય આ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદ પોલીસ વિભાગની એમટી શાખાની સરકારી બસ નં. જીજે ૧૮ જીએ ૩૫૧૦ માં અમદાવાદથી ભુજની પાલારા જેલમાં પાસાના આરોપીઓને મૂકવા માટે જતા હતા ત્યારે હળવદથી આગળ દેવળિયા ગામની ચોકડી પાસેથી બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કોઈ વાહન આડુ ઉતર્યું હતું જેથી કરીને બસના ચાલકે તેની બસને બ્રેક લગાવતા બસ રોડ સાઈડના ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી અને ડિવાઈડરમાં વીજ પોલ સાથે બસ અથડાતાં બસમાં આગળના ભાગે નુકસાની થઈ હતી જેથી કરીને બસના ડ્રાઇવર જયપાલસિંહ બહાદુરસિંહ ઝાલાએ આ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના પીલુડી ગામે રૂગનાથભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ખેરીયા જગલીયા આદિવાસી (૨૦) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને આ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News