વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર પાસે ટ્રકનો ઓવરટેક કરવા જતાં ઈકો કારનો અકસ્માત: દંપતીને ઇજા


SHARE











ટંકારાના હરીપર પાસે ટ્રકનો ઓવરટેક કરવા જતાં ઈકો કારનો અકસ્માત: દંપતીને ઇજા

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામ નજીક ઈકો કારના ચાલકે ટ્રકનો ઓવરટેક કરવા જતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં ઈકો કાર ટ્રકની પાછળના ભાગમાં અથડાતા કારમાં બેઠેલ દંપતીને ઇજા થઇ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં મહિલાએ ઇકો કારના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના આંબેડકરનગર શેરી નં. ૧૪ માં વર્કશોપની પાછળના ભાગમાં રહેતા લાભુબેન રમેશભાઈ પરમાર (ઉંમર ૫૦) એ ઇકો કાર નંબર જીજે ૩ એચએ ૫૫૨૮ ના ચાલક ચંદ્રેશભાઇ પ્રવીણભાઈ વાઘેલા રહે. રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ હરિપર ગામ પાસેથી આરોપી પોતાની ઇકો કારને ટ્રકનો ઓવરટેક કરવા જતા ટ્રકની પાછળના ભાગમાં ઇકો કાર અથડાઈ હતી જેથી કરીને કારમાં બેઠેલ ફરિયાદી લાભુબેન તથા તેના પતિ રમેશભાઈ રાણાભાઇ પરમાર બંનેને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મહિલાએ ઇકો કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

છરી સાથે ત્રણ પકડાયા

મોરબી નજીકના લાલપર ગામ પાસે બસ સ્ટેન્ડ નજીક ઉભેલા શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી છરી મળી આવી હોય પોલીસે અનિલ અમીનભાઈ મીનસરીયા જાતે ખોજા (૩૦) રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોધવામાં આવેલ છે આવી જ રીતે મોરબીના જુના બસ સ્ટેશન પાસે ઉભેલા બે શખ્સોને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી છરી મળી આવતા પોલીસે આરીફ મુસ્તાકભાઈ બલોચ જાતે મકરાણી (૪૨) રહે. મકરાણીવાસ મોરબી અને હસન સુલેમાનભાઈ જામ જાતે મિયાણા (૪૧) રહે. મચ્છી પીઠ મોરબી વાળા પાસેથી પણ છરીઓ મળી આવતા એ ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરીને ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News