મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જૂના બસ સ્ટેશનમાં બસના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE







મોરબીના જૂના બસ સ્ટેશનમાં બસના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત

મોરબીમાં ગ્રીનચોક પાસે આવેલ બક્ષી શેરીમાં રહેતા વૃદ્ધ મોરબીના કીના બસ સ્ટેશને બસની રાહ જોઈને ઉભા હતા ત્યારે એસટી બસના ચાલકે બેફિકરાઈથી તેની બસ ચલાવી હતી અને વૃદ્ધને હડફેટે લીધા હતા જેથી વૃદ્ધને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં લઈને ગયા હતા અને સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતકના દીકરાએ એસટી બસના ચાલક સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ બક્ષી શેરીમાં રહેતા નિશીતભાઈ વિનોદકુમાર રાણપરા જાતે સોની (ઉંમર ૩૧) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૦૭૬૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પિતા મોરબીના જુના બસ સ્ટેશન ખાતે બસની રાહ જોઈને ઉભા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળી એસટી બસને બેફિકરાયથી બસ સ્ટેન્ડના પાછળના ગેટથી બસ સ્ટેન્ડમાં લીધી હતી અને ત્યારે બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં ઊભેલા તેના પિતા વિનોદભાઈ રાણપરાને એસટી બસના ચાલકે હડફેટે લીધા હતા જેથી તેઓને શરીરને અને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી ફરિયાદીના પિતાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત નહીં નીવડતા તેનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતકના દીકરાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News