મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે વાડીમાં આવતા પાણીને બંધ કરવાનું કહેતા દંપતીને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







હળવદના ચરાડવા ગામે વાડીમાં આવતા પાણીને બંધ કરવાનું કહેતા દંપતીને ચાર શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના ચરડવા ગામેથી ઈશ્વરનગર ગામ તરફ જવાના રસ્તા ઉપર ફરિયાદી મહિલાની વાડીની બાજુમાં આવેલ વાડીમાંથી ફુવારાનું પાણી ઉડતું હતું જેથી કરીને તે પાણી બંધ કરવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા ફરિયાદી મહિલા તેમજ તેના પતિને ધોકા વડે માર માર્યો હતો જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં ઈશ્વરનગર ગામ તરફ જવાના રસ્તા ઉપર ફરિયાદી કંચનબેન ગણેશભાઈ જાદવ જાતે દલવાડી (૫૦) ની વાડી આવેલ છે અને તેની બાજુમાં આવેલ વાડીમાંથી ફુવારાનું પાણી ઉડીને તેની વાડીમાં આવતું હોય તે પાણીને બંધ કરવા માટે થઈને કંચનબેન જાદવ અને તેના પતિ ગણેશભાઈ શિવાભાઈ જાદવ દ્વારા કહેવામાં આવ્યું હતું જે પાડોશી વાડી વાળાને સારું નહીં લાગતા નારણભાઈ કરમશીભાઈ દલવાડી, ધર્મેન્દ્રભાઈ કરમશીભાઈ દલવાડી, અમૃતભાઈ નારણભાઈ દલવાડી, અને દિલીપભાઈ ઈશ્વરભાઈ દલવાડી રહે. બધા ચરાડવા વાળાએ તેની સાથે માથાકૂટ કરી હતી અને ગાળો આપીને આરોપી ધર્મેન્દ્રભાઈ કરમશીભાઈ દલવાડીએ ફરિયાદી મહિલા તથા તેના પતિ ગણેશભાઈને લાકડાના ધોકા વડે માર્યો હતો જેથી બંનેને ઇજાઓ થઈ હોવાથી તને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ કંચનબેને હાલમાં હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News