મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

હળવદના જુના વેગડવાવ પાસે નદીના કાંઠેથી ૩૭ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







હળવદના જુના વેગડવાવ પાસે નદીના કાંઠેથી ૩૭ બોટલ દારૂ સાથે એક પકડાયો

હળવદના જુના વેગડવાવ ગામેથી ઇસનપુર ગામ તરફ જવાના રસ્તે વાડીની બાજુમાં નદીના કાંઠે રેતીના ઢગલા નીચે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની ૩૭ બોટલ મળી આવી હતી જેથી ૭૪૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે પોલીસે હાલમાં એક શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના બેગડવા ગામે ઇસનપુર વાળા રસ્તે સુરુભા દરબારની વાડી નજીક નદીના પટમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે હળવદ તાલુકો પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર નદીના પટમાં રેતીના ઢગલા નીચે એક શખ્સ કશું છુપાવતો હોય તેવું જોવા મળ્યું હતું જેથી પોલીસે ત્યાં જઈને સ્થળ ઉપર ચેક કરતા સ્થળ ઉપરથી દારૂની ૩૭ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૪૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ત્યાંથી ઋત્વિકભાઈ કાળુભાઈ સુરેલા જાતે કોળી (૨૧) રહે. વેગડવાવ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપતો હતો તે દિશામાં હાલમાં હળવદ તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

ચાર બીયર

માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામથી ચીખલી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી સ્કોર્પિયો ગાડી નંબર જીજે ૧૩ એફ ૯૬૬૮ પસાર થતી હતી જે ગાડીને રોકીને પોલીસે ચેક કરતા તે ગાડીમાંથી બિયરના ચાર ટીણ મળી આવ્યા હતા જેથી કરીને ૪૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો તથા એક લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૧૦૦૪૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં યુસુફભાઈ અલ્લારખાભાઈ સંધવાણી જાતે મિયાણા (૧૯) રહે. ખીરઈ તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે






Latest News