મોરબી વાંકાનેર રોડે સરતનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા મોરબીમાં 4 રેડમાં વિદેશી દારૂની 33 બોટલ ઝડપાઇ: વાંકાનેરમાં ત્રણ બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી નજીક પીપળી ગામેથી સગીરાનું અપહરણ, પોલીસ દ્વારા શોધખોળ શરૂ ટંકારા પાસે બંધ ટ્રેકટર પાછળ રીક્ષા અથડાઈ : લગ્નની ખરીદી કરવા નીકળેલી 18 વર્ષીય યુવતીનું મોત વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે મોરબીના વીસીપારમાં કચરના ઢગલામાં લાગી આગ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે વાડીમાં આવતા પાણીને બંધ કરવાનું કહેતા દંપતીને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











હળવદના ચરાડવા ગામે વાડીમાં આવતા પાણીને બંધ કરવાનું કહેતા દંપતીને ચાર શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના ચરડવા ગામેથી ઈશ્વરનગર ગામ તરફ જવાના રસ્તા ઉપર ફરિયાદી મહિલાની વાડીની બાજુમાં આવેલ વાડીમાંથી ફુવારાનું પાણી ઉડતું હતું જેથી કરીને તે પાણી બંધ કરવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા ફરિયાદી મહિલા તેમજ તેના પતિને ધોકા વડે માર માર્યો હતો જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં ઈશ્વરનગર ગામ તરફ જવાના રસ્તા ઉપર ફરિયાદી કંચનબેન ગણેશભાઈ જાદવ જાતે દલવાડી (૫૦) ની વાડી આવેલ છે અને તેની બાજુમાં આવેલ વાડીમાંથી ફુવારાનું પાણી ઉડીને તેની વાડીમાં આવતું હોય તે પાણીને બંધ કરવા માટે થઈને કંચનબેન જાદવ અને તેના પતિ ગણેશભાઈ શિવાભાઈ જાદવ દ્વારા કહેવામાં આવ્યું હતું જે પાડોશી વાડી વાળાને સારું નહીં લાગતા નારણભાઈ કરમશીભાઈ દલવાડી, ધર્મેન્દ્રભાઈ કરમશીભાઈ દલવાડી, અમૃતભાઈ નારણભાઈ દલવાડી, અને દિલીપભાઈ ઈશ્વરભાઈ દલવાડી રહે. બધા ચરાડવા વાળાએ તેની સાથે માથાકૂટ કરી હતી અને ગાળો આપીને આરોપી ધર્મેન્દ્રભાઈ કરમશીભાઈ દલવાડીએ ફરિયાદી મહિલા તથા તેના પતિ ગણેશભાઈને લાકડાના ધોકા વડે માર્યો હતો જેથી બંનેને ઇજાઓ થઈ હોવાથી તને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ કંચનબેને હાલમાં હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News