મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને આપેલા હાથ ઉછીના રૂપિયા પરત માંગતા કાકાના દીકરાએ માર માર્યો


SHARE











મોરબીમાં યુવાને આપેલા હાથ ઉછીના રૂપિયા પરત માંગતા કાકાના દીકરાએ માર માર્યો

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં રહેતા યુવાને તેના કાકાના દીકરાને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા જે પરત માગ્યા હતા જેથી કરીને તેના કાકાના દીકરાએ તે યુવાનને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ કૈણક્ણાની વાડીમાં રહેતા સુનિલભાઈ હરજીવનભાઈ પરમાર જાતે સતવારા (૩૧) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કાકાના દીકરા બાબુલાલ ઉર્ફે કારો પ્રભુભાઈ પરમાર જાતે સતવારા રહે. કામધેનું પાર્ટી પ્લોટ પાછળ કૈણક્ણાની વાડી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, છ વર્ષ પહેલાં તેણે બાબુલાલને ૫૦૦૦ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા જે પૈકીના ૫૦૦ રૂપિયા તેણે પરત આપ્યા હતા જોકે સાડા ચાર હજાર રૂપિયા લેવાના બાકી હતા તેની ઉઘરાણી કરી હતી જે બાબતે તેને અગાઉ માર માર્યો હતો ત્યારે ફરિયાદ નોંધાવી ણ હતી જો કે, બાબુલાલે તેને અજીતભાઈ જાલરીયાના કારખાનાનું ઉલિયાનું કામ તે કરે છે તે બંધ કરવા માટે કહ્યું હતું જો કે, ફરિયાદી યુવાને તે કામ બંધ કર્યું ન હોવાથી તેને ઢીકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News