તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર  ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું


SHARE











ટંકારાના જબલપુર  ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ ,જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોરબી તથા શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારાના સંકલનથી ટંકારા તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ગત શનિવારના રોજ શ્રી ઓમ વિદ્યાલય જબલપુર-ટંકારા ખાતે યોજાયો હતો. આ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનને ટંકારા પડધરી વિસ્તારના નવનિયુક્તિ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. આ પ્રદર્શન સહ સ્પર્ધામાં સંકુલની કુલ ૨૪ શાળાઓએ ભાગ લીધો હતો.કુલ ૨૭ કૃતિ રજૂ કરવામાં આવી હતી અને સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં પ્રદર્શન નિહાળ્યું હતું. અને દરેક વિભાગમાંથી પસંદગી પામેલ પ્રથમ કૃતિ જિલ્લા કક્ષાએ ભાગ લેશે પ્રદર્શનમાં ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર શાળાઓને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને  સફળ બનાવવા માટે યોગેશભાઈ ઘેટિયા, દિલીપભાઈ બારૈયા, વિજયભાઈ ભાડજા તથા હરેશભાઈ ભાલોડીયાએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ઓમ વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી અને જિલ્લા પંચાયતના સભ્ય ભુપેન્દ્રભાઈ ગોધાણી, તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન કામરીયા, એ.પી.એમ.સી ચેરમેન ભવાનભાઈ ભાગીયા, અગ્રણી સર્વ પ્રભૂલાલભાઈ કામરિયા, કિરીટભાઈ અંદરપા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઇ વી.રાણીપા, મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એસ.પી.સરસાવડીયા, મોરબી જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ લાલજીભાઈ કગથરા, મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ નિલેશભાઈ કુંડારીયા, પ્રવક્તા જયેશભાઈ ગામી, સંકુલના સંયોજક આર.પી. મેરજા, બી.આર.સી. કલ્પેશભાઈ ફેફર, ઓમ વિદ્યાલયના આચાર્ય અને કન્વીનર શ્રીમતી પ્રજ્ઞાબેન ઘેટીયા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક એસ.આર.બાદી, વાંકાનેર સ્વનિર્ભર શાળા સંચાલક  મંડળના પ્રમુખ ઇદ્રીશભાઈ બાદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને નિર્ણાયક તરીકે એમ.એમ. સાયન્સ કોલેજના પ્રોફેસર ડો જે.જી. રૈયાણી તથા વી.એસ. શાહ વિદ્યાલય-વાંકાનેરના વિજ્ઞાન શિક્ષક સચીનભાઈ કામદાર ઉપસ્થિત રહ્યા હતા






Latest News