મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બેંક, એટીએમ, શોપીંગ મોલમાં સિક્યુરીટી મેન-સીસીટીવી મૂકવા જાહેરનામું


SHARE







મોરબી જીલ્લામાં બેંકએટીએમશોપીંગ મોલમાં સિક્યુરીટી મેન-સીસીટીવી મૂકવા જાહેરનામું

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકોતમામ એ.ટી.એમ. સેન્ટરોસોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલમલ્ટીપ્લેક્ષ થીએટરએલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશ દ્વાર પર સિકયુરીટી મેન ફરજ પર નિયુકત કરવા તેમજ સીસીટીવી લગાવવા અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે.મુછાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર બેંકોતમામ એ.ટી.એમ. સેન્ટરોસોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલમલ્ટીપ્લેક્ષ થીએટરએલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપો ડેપોના પ્રવેશ દ્વાર પર સિકયુરીટી મેન ફરજ પર નિયુકત કરવા તેમજ પ્રવેશ દ્વાર પર તથા બહાર નીકળવાના દ્વારે રોડ પરથી પ્રવેશ કરનાર અને બહાર નીકળનારના રોડ સુધીના રેકોર્ડીંગ પ્રાપ્ત થઈ શકે તે રીતે રીસેપ્શન કાઉન્ટરલોબીબેઝમેન્ટ,પાર્કિંગની જગ્યાઓ તથા જાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લેવામાં આવે તેટલી સંખ્યામાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે.

હાઈવે પર આવેલ તમામ પેટ્રોલ પંપના ફીલીંગ સ્ટેશન પર તથા પેટ્રોલ પંપની આજુબાજુમાં આવેલ દુકાનો પર ગાડીના નંબર અને ગાડીના ડ્રાઈવર તથા ડ્રાઈવરની બાજુમાં બેસેલ વ્યકિતનું રેર્કોડીંગ થઈ શકે તે રીતે હાઈડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા રાખવાના રહેશે. તમામ હોટલના ભોજનકક્ષ અને હોટલની આજુબાજુમાં આવેલ દુકાનો પર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજનકક્ષમાં બેઠેલ વ્યકિતનું રેર્કોડીંગ થઈ શકે તેમજ હોટલમાં આવતી-જતી તમામ વ્યકિતઓનું રેર્કોડીંગ થઈ શકે તે રીતે હાઈડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી. ટી.વી. કેમેરા રાખવાના રહેશે.

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ દરેક હોટલસિનેમાહોલમોટા મંદિરોસાયબર કાફેમાં સારી કવોલીટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલીકો/વહીવટકર્તાઓની રહેશે. સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા તમામ એકમોએ આ જાહેરનામાં પ્રસિધ્ધિની તારીખથી દિન-૧૦ માં-ઉભી કરવાની પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. ઉપરાંત નવા શરૂ થતાં એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ જાહેરનામુ  અમલ તા.૧૫/૨/૨૦૨૩ સુધી અમલી રહેશે






Latest News