મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકાથી જીઆઇડીસી નાકા તરફ જવાના રસ્તા ઉપર ડમ્પર ચાલકે બાઈકને લીધું હતું જેથી કરીને બાઈક ચાલક યુવાનને માથા અને કાનના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નિપજ્યું હતું જેથી હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવવામાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના કુંભારપરા રમણભાઈની વાડી વિસ્તારમાં રહેતા હસમુખભાઈ મોહનભાઈ બોસિયા (૨૭) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો ભાઈ ભાવેશભાઈ મોહનભાઈ બોસિયા (૩૦) બાઈક નંબર જીજે ૩૬ એડી ૨૬૯૦ લઈને મજૂરી કામે ગયો હતો અને ત્યાંથી તે મોડી સાંજે સ આડા આઠેક વાગ્યે પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે વઘાસીયા ટોલનાકાથી આગળ જીઆઇડીસીના નાકા પાસે કોઈ અજાણ્યા નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે તેના બાઇકને લીધું હતું જેથી કરીને ભાવેશભાઈને માથામાં અને કાનના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને અકસ્માતના આ બનાવની હાલમાં મૃતક યુવાનના ભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અકસ્માતના આ બનાવના કારણે ચાર વર્ષના માસુમ બાળકે તેના પિતાની છત્રછાયા ગુમાવી છે.

એક બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને અનિરુદ્ધસિંહ દાનુભા ચૌહાણ જાતે કારડીયા રાજપુત (ઉંમર ૩૦) રહે. હાલ નવા ઢુવા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.






Latest News