ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે સીરામીક કારખાનાના કન્વેનેટર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત


SHARE











વાંકાનેરના માટેલ રોડે સીરામીક કારખાનાના કન્વેનેટર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કન્વેનેટર બેલ્ટમાં આવી જવાના કારણે યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાની હદમાં માટેલ રોડ ઉપર આવેલ આઈકા સીરામીકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મનીષભાઈ કાલિયાભાઈ ગરવાલ (ઉંમર ૨૧) કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે કન્વેરેટર બેલ્ટમાં આવી જવાના કારણે મનીષભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોહનભાઈ ભુરીયા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ઉંદર મારવાની દવા પી જતા સારવારમાં

મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતો મિહિર શૈલેષભાઈ રામાનુજ નામનો ૨૨ વર્ષનો યુવાન કોઈ કારણસર તેના ઘેર ઉંદર મારવાની દવા પી ગયો હતો જેથી કરીને તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવની જાણ થવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સનાળા રોડ સરદારબાગ પાસે ફૂટપાથ ઉપર રહેતા સુરેશભાઈ પિત્રોડા નામના ૭૭ વર્ષના વૃદ્ધ રસ્તા ઉપર પડી જતા તેઓને ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા જેથી પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.





Latest News