મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

હાઇ રે કાળીયુગ : હળવદના ટીકરમાં જમીનમાં આવેલ ઉપજની માંગણી કરતાં વૃદ્ધ પિતાને દીકરા-પુત્રવધૂએ માર માર્યો


SHARE







હાઇ રે કાળીયુગ : હળવદના ટીકરમાં જમીનમાં આવેલ ઉપજની માંગણી કરતાં વૃદ્ધ પિતાને દીકરા-પુત્રવધૂએ માર માર્યો

હળવદના ટીકર ગામે રહેતા વૃદ્ધની જમીનને તેનો દીકરો વાવતો હોય વાવણીની ઉપજ આવતા દીકરા પાસે પિતાએ ઉપજની માંગણી કરી હતી જેથી કરીને રોષે ભરાયેલા દીકરા અને તેના દીકરીની વહુએ પાઇપ વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા અને દીકરાની વહુ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અલ્લારખાભાઈ ઉસ્માનભાઈ કોરડીયા જાતે ઘાંચી (ઉમર ૬૫)એ તેના દીકરા યાસીનભાઈ અલ્લારખાભાઈ કોરડીયા અને દીકરાની વહુ જમીલાબેન યાસીનભાઈ કોરડીયા રહે. બંને ટીકર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની માલિકીની ત્રણ એકર અને ૧૩ ગુઠા જમીન ટીકર ગામે આવેલ છે આ જમીન તેનો દીકરો વાવણી કરતો હોય વાવણીની ઉપજ આવતા તેઓએ ઉપજની માંગણી કરી હતી જેથી કરીને ફરિયાદીના દીકરા તથા તેના દિકરાની વહુએ પાઇપ વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા અને દીકરાની વહુ સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જુગાર

હળવદમાં મોચીવાડ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અલ્તાફ રફીકભાઈ મન્સૂરી જાતે સિપાઈ (ઉંમર ૨૧) રહે. મોચી બજાર હળવદ વાળો મળી આવતા પોલીસે ૩૩૫ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News