મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના બાદનપર ગામે પાડોશી ખેતર વાળાની પત્ની સાથે વાતો કરતાં યુવાનના ભાઈ, પિતા અને કાકાને માર માર્યો


SHARE











મોરબીના બાદનપર ગામે પાડોશી ખેતર વાળાની પત્ની સાથે વાતો કરતાં યુવાનના ભાઈ, પિતા અને કાકાને માર માર્યો

મોરબીના બાદનપર ગામે રહેતા યુવાનનો ભાઈ ખેતરના શેઢે પાડોશી ખેતર વાળાની પત્ની સાથે વાતચીત કરતો હતો જે બાબતે શંકા રાખીને મહિલાના પતિ સહિત ચાર શખ્સો દ્વારા વાત કરનારા યુવાનના ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓને ધોકા વડે અને ઢીકાપાટુનો માર મરવામાં આવેલ છે જેથી કરીને ઇજા પામેલા લોકોને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને ચારેય શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાદનપર ગામે રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતાં નરેન્દ્રભાઇ મોહનભાઇ સાવરીયા (૨૮)એ હાલમાં જયેશ પરસોતમભાઇ સાવરીયા, કિશોર પરસોતમભાઇ સાવરીયા, રસીક બાબુલાલ સાવરીયા અને લાલા બાબુલાલ સાવરીયા રહે બધા જ બાદનપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, બાદનપરની સીમમાં ફરીયાદીના ખેતરે ફરિયાદીનો નાનો ભાઈ જયેશ આરોપી જયેશ પરસોતમભાઇ સાવરીયાની પત્ની વૈશાલી સાથે અઠવાડીયા પહેલા ખેતરના શેઢે વાતચીત કરતા હતો જે આરોપી જોઇ જતા તેની શંકા રાખીને ફરિયાદી તથા તેના કાકા મનોજભાઇ ખેતરનુ રખેવાળુ કરવા ગયેલ હતા ત્યારે ચારેય આરોપીઓ હાથમાં લાકડાના ધોકા લઇને આવેલ હતા અને ફરિયાદી યુવાનને જયેશ પરસોતમભાઇ સાવરીયાએ ડાબા પગે તેમજ ડાબા હાથે લાકડાના ધોકાનો ધા મારેલ હતા અને ફરીયાદી નીચે પડતા ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ તેના કાકા મનોજભાઇને આરોપી ચારેય આરોપીઓએ ધોકા વડે બન્ને સાથળના ભાગે માર માર્યો હતો અને ઢીકાપાટુનો માર મારીને મુંઢ ઇજાઓ કરી હતી તેમજ સાહેદ મોહનભાઇને આરોપી જયેશ અને કિશોરે લાકડાના ધોકા વડે માર માર્યો હતો ફરીયાદી યુવાનને જયેશ પરસોતમભાઇ સાવરીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને  સારવાર લીધા બાદ ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૫૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News