મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના ભીમગુડા ગામે યુવતીએ કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના ભીમગુડા ગામે યુવતીએ કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે રહેતા પરિવારની યુવતીએ પોતાના ઘરે એકલી હતી ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે વાંકાનેરની સરકારી હોસ્પિટલના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે રહેતા રમેશભાઈ સારલાની દીકરી કોમલબેન (ઉંમર ૧૯) પોતાના ઘરે ગઈકાલે એકલી હતી ત્યારે બપોરના સમયગાળા દરમિયાન કોઈ કારણોસર તેને પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવતીને તેનો ભાઈ તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને યુવતીને મૃત જાહેર કરી હતી જેથી કરીને આપઘાતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરે છે

દેશી દારૂ આથો

હળવદ તાલુકાના ચૂંપણી ગામે જીઇબીની પાછળના ભાગમાં સીમ વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઝૂંપડા પાછળથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસને ૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ તેજાભાઈ ધીરુભાઈ વાઘેલીયા જાતે દેવીપુજક રહે, ચુંપણી વાળાનો હોવાનું સામે આવ્યું હતું અને આ ઉપરાંત દારૂની બીજી રેડ ત્યાં જ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ઝૂંપડા પાસેથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૫૦ લીટર આથો મળી આવ્યો હોય પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ વિરમભાઈ ભલાભાઇ વાઘેલા જાતે દેવીપુજક રહે ચૂંપણીવાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News