મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની ઢુવા ચોકડી પાસે ડબલ સવારી બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લેતા દંપતી ખંડિત


SHARE







મોરબીની ઢુવા ચોકડી પાસે ડબલ સવારી બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લેતા દંપતી ખંડિત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ચોકડી પાસે નાગરાજ હોટલની સામેના ભાગમાં નાલા નજીક સર્વિસ રોડ ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થતું હતું જેને ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ચાલાક યુવાનનું મોત નિપજ્યુ હતુ અને તેના પત્નીને બંને પગમાં ફ્રેક્ચર થયેલ હોય તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં મૃતક યુવાનના ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતીગત પ્રમાણે મોરબી તાલુકાના બંધુનગર ગામે રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે ટીનાભાઇ સુખદેવભાઈ આદ્રોજા જાતે પટેલ (ઉંમર વર્ષ 39)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 13 એટી 7982 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ઢુવા ચોકડી પાસે આવેલ નાગરાજ હોટલ નજીક સર્વિસ રોડ ઉપરથી તેના ભાઈ સંજયભાઈ સુખદેવભાઈ આદ્રોજા બાઈક નંબર જીજે 3 એચએફ 4458 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે પાછળથી તેના બાઈકને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના ભાઈ સંજયભાઈનું મૃત્યુ નીપજ્યું હતું અને બાઈકમાં પાછળના ભાગમાં બેઠેલ તેના ભાભી ચેતનાબેનને બંને પગમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતનો બનાવ સર્જીને આરોપી પોતાના હવાલા વાળું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હાર્ટ એટેક થી મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર અમરધામની સામેના ભાગમાં આવેલ સનસાઈન સીરામીકમાં મોરબીના પીપળી ગામે રહેતા જીતેન્દ્રભાઈ મૂળજીભાઈ જગોદણા જાતે પટેલ (ઉંમર વર્ષ 51) પોતાની દુકાને હતા ત્યારે ત્યાં તેને હાર્ટ એટેક આવી જતા હાર્ટ અટેકથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃત દેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News