હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ
Breaking news
Morbi Today

વાંકાનેર કુવાડવા બેઠકના આગાહી પીપળીયા અને કણકોટ ગામના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર


SHARE







મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર કુવાડવા બેઠકના મતવિસ્તારમાં આવતા બે ગમમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવેલ છે કેમ કે, વાકાનેર વિધાનસભા બેઠકમાં આવતા અગાભી પીપળીયા અને કણકોટ ગામના લોકો વર્ષોથી તેમના ગામના રોડ નો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જોકે હજુ સુધી આ બંને ગામને જોડતા રસ્તાનો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા તૂટેલા રોડને રીપેર કરવામાં નથી આવતો તેમજ નવો રોડ બનાવવામાં આવતો નથી જેથી કરીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે

વાંકાનેર કુવાડવા બેઠકના મતવિસ્તારમાં આવતા અગાભી પીયાળીયા અને કણકોટ ગામના લોકો દ્વારા તેમના ગામના મુખ્ય રસ્તાનો ખોરાણા થી કણકોટ સુધીનો જે રસ્તો છે તે સ્ટેટ હાઇવેમાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમ છતાં પણ આ રસ્તાનો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને આ રસ્તાને રીપેર કરવા માટેની કામગીરી રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતી નથી આટલું જ નહીં પરંતુ નવો રસ્તો બનાવવા માટે થઈને પણ કામગીરી કરવામાં આવતી ન હોવાથી ગ્રામજનોમાં હાલમાં રોષની લાગણી છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો અગાભી પીપળીયા તેમજ કણકોટ ગામના લોકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે






Latest News