મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર વાંકાનેરમાં સોની વેપારીની નજર ચૂકવીને ગ્રાહક બનીને આવેલ મહિલા-પુરુષે સોનાની બુટીની કરી ચોરી મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામે થયેલ ત્રિપલ વાહન અકસ્માતના બનાવમાં ટેન્કર ચાલક સામે નોંધાયો ગુનો


SHARE







હળવદના કવાડિયા ગામે થયેલ ત્રિપલ વાહન અકસ્માતના બનાવમાં ટેન્કર ચાલક સામે નોંધાયો ગુનો

મોરબીના હળવદ તાલુકામાં હળવદ-ધાંગધ્રા હાઇવે ઉપર કવાડિયા ગામના પાટીયા પાસે ત્રીપલ વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કર ચાલકે ઇકો કાર સાથે વાહન અથડાવ્યા બાદ રોડ સાઇડમાં બંધ એસટી બસ સાથે ટેન્કર અથડાવીને અકસ્માત સર્જયો હતો જેમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને અમુક પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જે અંગે ગુનો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતના બનાવની વધુમાં મળતી માહિતી મુજબ હળવદ-ધાંગધ્રા હાઇવે ઉપર કવાડિયા ગામના પાટીયા પાસે તા.૯-૧૧ ના વહેલી સવારે ત્રણેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ઇકો કાર નંબર જીજે ૧૦ ડીઇ ૩૨૧૦, એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૩૧૭૩ અને ટેન્કર નંબર જીજે ૧૨ બીવાય ૯૧૫૪ વચ્ચે સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇકો કારની આગળની સીટમાં બેઠેલા સેજુમલભાઈ મૂલચંદભાઈ જાંગીયાણી (ઉમર ૭૮) ને ગંભીર ઇજાઓ પહોંચતા ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે એસટી બસમાં રહેલા અમુક પેસેન્જરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઉપરોક્ત બનાવ સંદર્ભે ઇકો કારના ચાલક દિવ્યેશ દયાળજીભાઈ કાલાવડીયા જાતે પટેલ (૩૪) ધંધો કાપડનો વેપાર રહે. જામનગર પ્રયાગ રેસીડેન્સી લાલવાડી ઉમિયાનગર પાસે વાળાએ ટેન્કર નંબર જીજે ૧૨ બીવાય ૯૧૫૪ ના ચલક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ઉપરોક્ત નંબરના ટેન્કર ચાલકે પોતાના હવાલાનું ટેન્કર પુરઝડપે બેફીકરાઇપુર્વક ચલાવીને તેઓની ઇકો કાર સાથે અથડાવ્યું હતું અને બાદમાં આગળ રોડની સાઈડમાં બંધ ઉભેલ એસટી બસની સાથે તેનું ટેન્કર અથડાવ્યુ હતું જે બનાવમાં સેજુમલભાઈ જાંગીયાણીનું મોત નીપજ્યું હતું અને અન્ય મુસાફરો અને આરોપી ટેન્કર ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. હાલમાં હળવદ પીએસઆઇ જે.એમ. ધાંધલ દ્વારા ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.

મારામારીમાં ઈજા

મોરબીના મહેન્દ્રપરા ગામે રહેતા રેશમાબેન ઇમરાનભાઈ ગાલબ નામની ૨૯ વર્ષીય મહિલાને જુના બસ સ્ટેશન પાસે મારામારીના બનાવમાં ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના ખાખરાળા ગામના રહેવાસી સાગર હીરાભાઈ ડાંગર નામના યુવાનને નવલખી ફાટક પાસે મારામારીના બનાવમાં ઈજા થતા તેને પણ સારવારમાં લઈ જવામાં આવ્યો હતો તેમજ મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન કાળુભાઈ બોરાણા નામની ૪૦ વર્ષીય મહિલાને વીસીપરા વિસ્તારમાં મારામારીના બનાવવામાં ઈજા પહોંચતા સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. તો મોરબીના જેતપર ગામે રહેતા વિરમ નટવરભાઈ હમીરપરા નામનો ૨૪ વર્ષનો યુવાન ટ્રેક્ટરમાં જતો હતો ત્યારે ટ્રેક્ટરમાંથી પડી જતા ઈજાઓ થતા તેને પણ સારવાર માટે લઈ જવાયો હતો.






Latest News