મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામપુર ગામે પાણીના વહેણમાં પડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE







હળવદના ઘનશ્યામપુર ગામે પાણીના વહેણમાં પડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલ વાડીએ પાણીના વહેણમાં પડી જવાથી યુવાનને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ણ નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલ પ્રવીણભાઈ જમાદારની વાડીએ રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મૂળ માલણીયાદ ગામનો રહેવાસી યુવાન દિલીપભાઈ ભીખાભાઈ જાદવ જાતે રાજપૂત (ઉંમર ૨૮) વાડી પાસેથી પસાર થતાં પાણીના વહેણમાં પડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલ બહાર કાઢીને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહિ નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હળવદ પોલીસને આ બનાવવાની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ જીતુભાઈ દેત્રોજાની વાડીએ રહેતા વિજયભાઈ નરવતભાઈ પસાયા (૨૭) વાડીએ હતા ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે પ્રથમ પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને હાલમાં આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News