મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદ યાર્ડના વેપારી યુવાનને ધંધામાં ખોટ જતાં તેના પિતાએ કર્યો આપઘાત


SHARE







હળવદ યાર્ડના વેપારી યુવાનને ધંધામાં ખોટ જતાં તેના પિતાએ કર્યો આપઘાત

હળવદના યાર્ડના વેપારીને ધંધામાં ખોટ જતાં તે વેપારીના પિતાએ ટેન્શનમાં આવીને રાણેકપર ગામની સીમમાં આવેલ વાડીએ વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવેલ છે અને હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલ વાડીએ અમૃતભાઈ માધવજીભાઈ મારવાણીયા (૬૫) રહે. સાનિધ્ય બંગલો રાણેકપર રોડ હળવદ વાળાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવારમાં લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અમૃતભાઈ મારવાણીયાના દિકરા પ્રદીપભાઈ અમૃતભાઈ મારવાણીયા (૩૦) ને હળવદ માર્કેટીંગ યાર્ડમાં વેપારી છે અને તેમને ધંધામાં ખોટ ગયેલ હોવાથી તેનું ટેન્શન આવી જતા વેપારી યુવાનના પિતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે






Latest News