મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીની ઘુનડા ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે એક ઝડપાયો


SHARE







મોરબીની ઘુનડા ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે એક ઝડપાયો

મોરબી શહેરની ઘુનડા ચોકડી પાસેથી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડી પાડી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

હાલમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સ્ટાફના માણસો ઘુનડા ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા હતા ત્યારે મોરબી રવાપર ચોકડી તરફથી સ્પ્લેન્ડર બાઇક લઈને આવેલા ઇસમને રોકીને નામ સરનામું પુછતા પોતે પોતાનું નામ ઈશ્વરભાઇ સોડાભાઇ ગીયોડ રહે.રવાપર ઘૂનડા રોડ મોરબી મૂળ નવા વીજાપુર જિલ્લો બનાસકાંઠા વાળા હોવાનુ સામે આવ્યું હતું અને તેની પાસે જે બાઇક હતું તેના કાગળ તેની પાસે હતા નથી જેથી એ.એસ.આઈ રાજદિપસિંહ રાણાએ પોકેટ કોપ મોબાઇલથી સર્ચ કરી જોતા આ બાઇક અન્ય વ્યક્તિના નામે હતું જેથી કરીને પોલીસે અરવલ્લી જીલ્લાના બાયડ વિસ્તારમાંથી ચોરી કરવામાં આવેલ બાઇક સાથે આરોપીને પકડેલ છે અને તે બાઇક ચોરેલ હોવાની આરોપીએ કબુલાત આપેલ છે જેથી કરીને પોલીસે ૩૦,૦૦૦ ના ચોરાઉ બાઇક સાથે આરોપીને પકડીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News