મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં લાલપર નજીક રોડ ઉપર ખાડો આવતા અકસ્માત, યુવાન સારવારમાં


SHARE











મોરબીમાં લાલપર નજીક રોડ ઉપર ખાડો આવતા અકસ્માત, યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામે રોડ ઉપરના ખાડાના લીધે બાઇક સ્લીપ થઇ જતા ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતો મયુર વિઠ્ઠલભાઈ કડીવાર નામનો ૩૪ વર્ષનો યુવાન તા.૫-૧૧ ના રોજ બાઈક લઈને જતો હતો ત્યારે લાલપર ગામ નજીક આવેલ શૈલેષ વે-બ્રિજ પાસે રોડ ઉપરના ખાડાના લીધે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રત થયેલા મયુર કડીવારને અત્રેની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરમાં રહેતા ગોપાલ ધનજીભાઈ રાઠોડ નામના ૩૦ વર્ષના યુવાનને પ્રેમજીનગર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.

યુવતી સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના દેવગઢ ગામે રહેતી રિધ્ધીબેન કાનાભાઈ જીવાભાઇ સવશેટા નામની ૧૮ વર્ષની યુવતી કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી વધુ તપાસ માટે માળિયા પોલીસને બનાવની જાણ કરી હતી. જ્યારે મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળની અવધ સોસાયટીમાં રહેતો યોગી પ્રવીણભાઈ સેરશીયા નામનો ૨૪ વર્ષનો યુવાન ચિત્રકૂટ સોસાયટી પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે અન્ય બાઇક સાથે અથડાતા ઇજાઓ થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

મારામારીના ગુનામાં ધરપકડ

મોરબીમાં થયેલ મારામારી અને રાયોટીંગના ગુનામાં પીએસઆઇ જે.એલ. ઝાલા દ્વારા મારામારી અને રાઇટીંગના ગુનામાં સંડોવાયેલા સિધ્ધરાજ તુલસીભાઈ સોલંકી (૨૦) રહે. રોહીદાસપરા વીશીપરા નજીક મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના અંબીકા રોડ ઉપર ફટાકડા ફોડવા બાબતે થયેલ મારામારીના ગુનામાં એ.એમ. જાપડીયા દ્વારા દેવદીપસિંહ સંગ્રામસિંહ જાડેજા (૩૮) અને વિરેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (૪૫) રહે. અંબિકા રોડ મોરબી વાળાઓની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News