ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે ઘરમાં ઘૂસીને મહિલાને ઢીકાપાટુનો માર માર્યો : દીકરાને ઉપાડી જવાની અને મારી નાખવાની ધમકી


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે ઘરમાં ઘૂસીને મહિલાને ઢીકાપાટુનો માર માર્યો : દીકરાને ઉપાડી જવાની અને મારી નાખવાની ધમકી

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને એક શખ્સે તેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ તેના દીકરાને ઉપાડી જઈને ગાયબ કરી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી મહિલાને આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં આનંદ એપાર્ટમેન્ટની સામે રહેતા રેસમાંબેન ગીરીશભાઈ વિડ્જા જાતે પટેલ (૩૩) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રજાકભાઈ અબ્બાસભાઈ બુખારી રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપીએ તેની સાથે પરિચય કેળવીને તેના ઘરે આવીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આટલું જ નહીં પરંતુ મોબાઈલ ફોનથી ફોન કરીને ફરિયાદી મહિલા તથા તેના દીકરાને ઉપાડી જવાની અને ગાયબ કરી દેવાની પણ ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રજાકભાઈ અબ્બાસભાઈ બુખારી સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા 

હળવદના સરા રોડ ઉપર આવેલ રઘુનંદન ટાઉનશિપમાં રહેતા મધુબેન વિષ્ણુભાઈ ચાવડા જાતે દલવાડી (૩૬) છકડો રીક્ષામાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ડમ્પર નંબર જીજે ૧ એક્સ એક્સ ૭૯૧૨ ના ચાલકે તેનું ડમ્પર બેફિકરેથી ચલાવીને છકડો રીક્ષાની પાછળના ભાગમાં અથડાવ્યૂ હતું જેથી કરીને ફરિયાદીને બંને પગમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હતી અને આરોપી પોતાનું ડમ્પર મૂકીને નાસી ગયો હતો જેથી કરીને મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News