મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ચૂંટણી આચાર સંહિતનો ભંગ થાય તેવા ગ્રુપ-બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ


SHARE







મોરબી જિલ્લામાં ચૂંટણી આચાર સંહિતનો ભંગ થાય તેવા ગ્રુપ-બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ

મોરબી  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર એ તેમને મળેલ અધિકારની રૂએ મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ થાય તેવી ગ્રુપ બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ મુકયો છે.

આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ભુતકાળની ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ (ટૂકા સંદેશ સેવા) તથા સોશ્યલ મીડિયાનો દુરઉપયોગ કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલ તેવુ અનુભવ પરથી જણાયેલ છે. અને તેવી જ પરિસ્થિતિ આગામી મોરબી જિલ્લાની જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સ્થાપિત હિતો ધરાવતા ઇસમો દ્વારા કરવામાં ન આવે અને ચૂંટણીના કાયદાની જોગવાઇઓ, આદર્શ આચાર સંહિતા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ ન  થાય તે માટે  મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ ચૂંટણીને દુષિત કરતી પ્રવૃત્તિઓ તાત્કાલીક અટકાવવાની અત્યંત આવશ્યકતા છે.

જેને ધ્યાને લઇ મોરબી જિલ્લા, મોરબી શહેર અને મોરબી તાલુકા સહિતના  જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વોડાફોન, બી.એસ.એન.એલ (સેલ વન), રીલાયન્સ,ટાટા મોબાઇલ, એરટેલ,આઇડીયા,વીડીઓકોન,યુનીનોર વિગેરે જેવી કંપનીઓએ મોરબી શહેર સહિત સમ્રગ મોરબી જિલ્લાના વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ ચૂંટણી પ્રકિયાને દુષિત કરે તેવા ગૃપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરશે કે કરવા દેશે નહી. તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે, તા.૨૯/૧૧/૨૦૨૨ થી ૦૧/૧૨/૨૦૨૨ સુધી સંપૂર્ણપણે તેના પ્રસારણને પ્રતિબંધીત કરવાના રહેશે.






Latest News