મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આચારસહિંતા અમલીકરણ, ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ટોલ-ફ્રી નંબર જાહેર


SHARE











મોરબી જીલ્લામાં આચારસહિંતા અમલીકરણ, ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ટોલ-ફ્રી નંબર જાહેર

આચારસહિંતા અમલીકરણ, ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ટોલ-ફ્રી નંબર જાહેર કરવામાં આવેલ છે અને નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ પર કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકાશે તેમજ આચારસહિંતા અમલીકરણ સંબંધે cVIGIL એપ્લીકેશન પર વિડીયો તથા ફોટો સ્વરૂપે પણ ફરિયાદ કરી શકાશે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર હોઈ આ ચૂંટણીમાં ભારતના ચુંટણી પંચ દ્વારા ચુંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ અંગે સામાન્ય નાગરીકો cVIGIL એપ્લીકેશન દ્વારા પોતાની ફરીયાદ જિલ્લા ચુંટણી અધિકારી મોરબીને ફરીયાદ મોકલી શકે છે જેથી ઝડપથી આવી પ્રવૃતિ પર રોક લગાવી શકાય છે. ચુંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે નાગરિકો દ્વારા મોબાઇલ એપ્લીકેશનથી ફોટોગ્રાફ અને વિડીયો સ્વરૂપે ફરિયાદ કરી શકે તે માટે cVIGIL મોબાઈલ એપ્લીકેશન ચૂંટણી પંચ દ્વારા વેબસાઇટ મારફત ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
 

જે માટે https://eci.gov.in/cvigil/ દ્વારા એપ્લીકેશનની લીંક મેળવી શકાશે. અથવા Play store (Android) તથા  app store (iphone) માંથી cVIGIL એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે. તથા cVIGIL મોબાઇલ એપ્લીકેશનના ઉપયોગ સંબંધે કોઇ મુશ્કેલી જણાય તો જિલ્લા cVIGIL કંટ્રોલ રૂમના લેન્ડલાઇન નં. ૦૨૮૨૨-૨૯૯૨૮૭ સંપર્ક કરી માહિતી મેળવી શકાશે. મોરબી કલેક્ટર કચેરીજિલ્લા સેવા સદનમોરબી ખાતે આચારસહિંતા અમલીકરણ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ફરિયાદ નિયંત્રણ સેલની (૨૪ ૭) રચના કરવામાં આવેલ છે. જેનો ટોલ-ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ છે. જેની ઉપર આચારસહિંતા સંબંધી તથા ચૂંટણી ખર્ચ સંબંધી ફરિયાદ નોંધાવી શકાશે જેની મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તારના તમામ નાગરિકોને નોંઘ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડની યાદીમાં જણાવવામાં આવ્યું  છે.






Latest News