મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મોટી ઘટના બન્યા બાદ તેના ગાંધીનગરમાં પડતા હોય છે પડઘા


SHARE







મોરબીમાં મોટી ઘટના બન્યા બાદ તેના ગાંધીનગરમાં પડતા હોય છે પડઘા

જ્યારે પણ મોરબીમાં કોઈ મોટી ઘટના બને છે ત્યારબાદ ગાંધીનગરમાં ઉથલપાથલ થતી હોય છે અને તેના અગાઉ પણ પુરાવા.જોવા મળ્યા છે. મોરબીએ જુદીજુદી ત્રણ મોટી હોનારતો જોઈ છે જેમાં મચ્છુજળ હોનારત, ધરતીકંપ હોનારત અને ત્યારબાદ આ મચ્છુ જુલતાપુલ તુટી પડવાની ઘટના. તમામમાં ઊડીને આંખે વળગે તેવી સામાન્ય બાબત જોઈએ તો જ્યારે પણ મોરબીમાં કોય મોટી ઘટના બને છે ત્યારબાદ તેના સીધા પડઘા ગાંધીનગર સુધી પડતા હોય તેવું જોવા મળ્યું છે. જેમાં અગાઉ જ્યારે ૧૯૭૯ માં પુર હોનારતની ઘટના બની હતી તે સમય બાદ સરકારમાં પરિવર્તન આવ્યું હતું અને ત્યારબાદ ૨૦૦૧ માં આવેલ ભૂકંપ બાદ સત્તા પરિવર્તન થયું હતું જેથી આ જુલતાપુલની ઘટના બાદ હવે શું થશે..? આ મુદ્દે મોરબીવાસીઓમાં ચર્ચા જોવા મળી રહી છે.

મોરબીની આનબાન અને સાન સમાન જગ વિખ્યાત એવો ઝૂલતો પુલ ગત તારીખ ૩૦-૧૦-૨૨ ને રવિવારના રોજ સાંજના સાડા છ વાગ્યાના સમયે તૂટી પડ્યો હતો. મોટી સંખ્યામાં પુલ ઉપર લોકોની એકી સાથે હાજરી તે એકમાત્ર કારણે આ પુલ તૂટવાનું હાલ ઉડીને આખે વળગે છે.(ટેકનીકલ કારણ જે સામે આવે તે.) કારણ કે પુલને મજબૂતી બાબતે આપણે શંકા ન કરી શકીએ પરંતુ ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ તંત્ર દ્વારા વધુ સંખ્યામાં લોકોને પુલ ઉપર જવા દેવા માટે આપવામાં આવેલી છુટ અને બેદરકાર લોકોએ પોતાની જાત કે પરિવારનો વિચાર કર્યા વિના એકી સાથે મોટી સંખ્યામાં પુલ ઉપર કરેલો વિહાર તેઓ માટે અંતિમ વિહાર બની ગયો હતો અને વધુ સંખ્યામાં પુલ ઉપર લોકોની એકી સાથે હાજરી અને તેમાં પણ તીખડખોરો દ્વારા પુલને ઝુલાવવામાં આવતો હોય આ બાબત પુલ તૂટવાની ઘટનામાં સૌથી મોટી જવાબદાર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ એક એવી પણ વાત સામે આવી રહી છે કે જ્યારે પણ મોરબીમાં કોઇ મોટી ઘટના બને છે ત્યારે તેના સીધા પડઘા ગાંધીનગરમાં પડતા હોય છે. એટલે કે જ્યારે મોરબીમાં ૧૯૭૯ માં મચ્છુ જળ હોનારતની ઘટના બની ત્યારે તેના પડઘા ગાંધીનગરમાં પડ્યા હતા અને બાદમાં જ્યારે ૨૦૦૧ નો ભૂકંપ આવ્યો ત્યારબાદ પણ ગાંધીનગરમાં તેના પડઘા પડ્યા હતા અને હાલ આજે જ્યારે આ મચ્છુ નદી ઉપર બનેલ ઝુલતા પુલના તૂટી પડવાથી જે દુર્ઘટના બની છે તેને લઈને પણ મોરબીમાં અનેક તર્ક વીતર્કો ચાલી રહ્યા છે કે આજે પુલની ઘટના બન્યા બાદ હવે ગાંધીનગરમાં શું ફેર બદલી થશે..? જવાબદારીનું ઠીકરૂ કોની ઉપર ફોડવામાં આવશે.




Latest News