હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સફળતા પ્રાપ્ત થાય તે માટે નકલંક દાદાને શિશુ ઝુકાવતાં મોહનભાઈ કુંડારીયા


SHARE











ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સફળતા પ્રાપ્ત થાય તે માટે નકલંક દાદાને શિશુ ઝુકાવતાં મોહનભાઈ કુંડારીયા

આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યાર પહેલા આજે નૂતન વર્ષના દિવસે મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા મોરબી બગથળા ગામે આવેલ નકલંક મંદિરે દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સફળતા પ્રાપ્ત થાય અને ચૂંટણીમાં કામ કરવા માટે દરેક કાર્યકર્તાઓને દાદા શક્તિ આપે તે માટે થઈને તેઓએ પ્રાર્થના કરેલ છે

વિધાનસભાની ચૂંટણી જાહેર થાય અને મુરતિયાઓની પસંદગી શરૂ થાય તેને હવે ગણતરીના દિવસો અને ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે નવા વર્ષની શરૂઆતે રાજકીય આગેવાનો સહિતના લોકો મંદિરે દેવદર્શન માટે જતા હોય છે તેવી જ રીતે મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા મોરબી નજીકના બગથળા ગામે આવેલ નકલંક દાદાના દર્શન કરવા માટે થઈને પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ નકલંક દાદાના દર્શન કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ નકલંક દાદાના નુતન વર્ષના પ્રારંભે દર્શન કરવા માટે આવ્યા હતા અને દાદાના આશીર્વાદ મેળવ્યા છે તેની સાથોસાથ આગામી સમયમાં ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કામ કરવા માટે થઈને કાર્યકર્તાઓને નકલંક દાદા શક્તિ આપે અને ભારતીય જનતા પાર્ટીને આગામી સમયમાં આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત થાય તેના માટે થઈને નકલંક દાદાને પ્રાર્થના કરેલ છે






Latest News