હળવદના ચરડવા ગામનો બનાવ: કોઇની સાથે ફોન ઉપર વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપતા મહિલાએ મોત મીઠું કર્યું હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા


SHARE







મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા

આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરીયાએ એક ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયમાં હું અને મારી ટીમ સતત દોડી રહ્યા છીએ પરંતુ અમારા મોઢા બંધ કરાવવા માટે સરકારના અમુક આગેવાનો દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે.

સમગ્ર ઘટના વિશે જણાવવા માંગુ છું કે, ડિસેમ્બર 2025માં કેનાલ પર આવેલા વિસ્તાર પાસે સ્કૂલ આવેલી હતી અને બાળકો એકસીડન્ટનો ભોગ ન બને એ માટે ત્યાં બમ્પ બનાવેલા હતા પરંતુ કોઈ રાજકીય આગેવાન મોરબીની મુલાકાતે હતા ત્યારે આ બમ્પને દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેના સ્થાનિકો અનેક સ્કૂલ પ્રશાસન દ્વારા અવારનવાર બમ્પ બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી કારણ કે એ વિસ્તારમાં અનેકવાર અકસ્માતની ઘટના ઘટી ચૂકી છે અને ભવિષ્યમાં આવી ઘટના રિપીટ ન થાય એ માટે બનાવવા માટે લોકોએ રજૂઆત કરી હતી.

ત્યારબાદ 25 ડિસેમ્બર 2025ના રોજ રોડ અને બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટના લોકો ત્યાં આવ્યા હતા અને બમ્પ બનાવવાની કામગીરી કરતા હતા ત્યારે કેટલાક સ્થાનિકોએ મારું ધ્યાન દોર્યું કે બમ્પ ખૂબ જ ઊંચા બનાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ અમે રાત્રે ત્યાં પહોંચ્યા અને અમે રજૂઆત કરી કે અહીંયાથી અસંખ્ય વાહનો નીકળે છે માટે અહીંયા પ્લાસ્ટિકના નાના બમ્પ બનાવવામાં આવે અથવા જો ડામરના બનાવવા હોય તો થોડા નીચા બનાવવામાં આવે. પણ આવડત વગરના બમ્પ બનાવવામાં આવ્યા તેના કારણે ત્યાં અકસ્માત થયો હતો અને જે તે વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરીયાએ જણાવ્યું હતું કે, આ ઘટનાને છ મહિનાનો સમય થઈ ગયો છે અને જો આમાં અમારી કોઈપણ ભૂમિકા હોય તો પોલીસ વિભાગ અમને એ સમયે જ નોટિસ આપીને બોલાવી ચૂકી હોત પરંતુ પોલીસ તંત્ર દ્વારા આ કેસ બંધ કરી નાખવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે અમે ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છીએ, ત્યારે પોલીસ તંત્ર જાગ્યું હોય એમ આ કેસને ફરીથી રીઓપન કરવામાં આવ્યો. ત્યારબાદ કેસ મુદ્દે ગઈકાલે મને પોલીસ તરફથી એક નોટિસ મોકલવામાં આવી કે તમારા પર આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ તમે બનાવેલ બમ્પ છે જેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, તમારી પોલીસ સ્ટેશને હાજર રહીને નિવેદન આપવાનું છે.” 






Latest News