મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુએ છોકરા બાબતે ઠપકો આપતા પરિણીતાએ પકડી અનંતની વાટ


SHARE







મોરબીમાં સાસુએ છોકરા બાબતે ઠપકો આપતા પરિણીતાએ પકડી અનંતની વાટ

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી પાણીતાને તેની સાસુએ છોકરા રાખવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેના લાગી આવતા પરણીતાએ પોતાના ઘરની અંદર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર એમ-૭૪૪ માં રહેતા ડિમ્પલબેન હિતેશભાઈ પરમાર (ઉંમર ૨૫) એ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ વિપુલ ફુલતરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક પરણીતાને તેના સાસુએ છોકરા રાખવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને મનમાં લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે

ઝેરી દવા પીધી

ટંકારા તાલુકાના હમીરપર ગામે ભવનભાઈ શિકારીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં સુનિલભાઈ મોહનિયાના પત્ની રીંકુબેન (૨૦) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે જોકે તેને કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News