મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે ગેસનું ટેન્કર પલ્ટી મારી જતાં માથામાં ગંભીર ઇજા થવાથી ડ્રાઈવરનું મોત


SHARE











વાંકાનેરના સરતાનપર રોડે ગેસનું ટેન્કર પલ્ટી મારી જતાં માથામાં ગંભીર ઇજા થવાથી ડ્રાઈવરનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ પાવર હાઉસથી આગળના ભાગમાં સીરામીક કારખાના પાસે બેફિકરાઈથી ગેસના ટેન્કરના ચાલકે વણાંક લેતા ટેન્કર પલટી મરી ગયું હતું જેથી કરીને વાહન ચાલકને માથામાં અને શરીરને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની સામે ફરિયાદ નોંધને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના મહામુદપુર જંગલના રહેવાસી રાધેશ્યામ રામહિમાલચલ વર્મા જાતે પટેલ (ઉંમર ૫૭) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર પાવર હાઉસથી આગળના ભાગમાં નેક્ષ ટાઇલ્સ સીરામીક સામે કન્ટેનર નંબર કેએ ૧ એએમ ૫૬૩૮ ના ચાલક માખનલાલ દેવરાજ વર્મા જાતે પટેલ (ઉંમર ૫૦) રહે. મદનપુર ઉત્તર પ્રદેશ વાળા તેનું ટેન્કર લઈને જઈ રહ્યા હતા ત્યારે ફૂલ સ્પીડમાં તેણે વણાક લેતા ટેન્કરના સ્ટેરિંગ ઉપરથી તેને કાબુ ગુમાવ્યો હતો અને ટેન્કર પલટી જતા વાહન ચાલક માખણલાલ વર્માને માથામાં અને શરીરને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના બનાવવામાં રાધેશ્યામ વર્માએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News