મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ વાંકાનેર બાર એસો.ની મુલાકાત લીધી


SHARE







બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ વાંકાનેર બાર એસો.ની મુલાકાત લીધી

(શાહરૂખ ચૌહાણ) વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા વાંકાનેરની મુલાકાતે આવ્યા હતા ત્યારે વાંકાનેર બાર એસોસિએશનના પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાર એસો.ની શુભેચ્છા મુલાકાત દરમિયાન વાંકાનેર બાર એસો.  સાથે જોડાયેલા તમામ હોદ્દેદારો અને વકીલમિત્રો હાજર રહ્યા હતા અને ખાસ કરીને ત્યારે વાંકાનેર બાર એસો.ના પ્રશ્નો સાંભળીને તેનો ઝડપથી નિકાલ થશે તેવી ખાતરી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન અનિરુસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી આ તકે વકીલ એફ.એમ.બ્લોચ, એચ.એમ શેખ, રજનીબા રાણા, આઈ.જે. દોલપાત્રા, એમ.કે. વોરા, જે.એચ. મકવાણા, નોટરી એન્ડ વકીલ વી.એન. શેરસીયા, અંજનાબેન રાઠોડ, કપિલ ઉપાધ્યાય, રેવન્યુ બારના પ્રમુખ વિશાલભાઈ પટેલ,  સેક્રેટરી નીરવભાઈ, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશભાઈ, વાંકાનેર શહેર ભાજપ લીગલ સેલના સંયોજક ભરતભાઈ દેગામા સહિતના હાજર રહ્યા હતા અને વાંકાનેર બાર એસો.ના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા પ્રસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું






Latest News