મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીનો હળવદ રોડ ૧૯૭ કરોડના ખર્ચે ફોર લાઈન બનાવવાની કામગીરી શરૂ


SHARE









મોરબીનો હળવદ રોડ ૧૯૭ કરોડના ખર્ચે ફોર લાઈન બનાવવાની કામગીરી શરૂ

મોરબી હળવદને જોડતા માર્ગ પર વાહનવ્યવહારની વધતી સંખ્યાને અનુરૂપ આ રસ્તાને ફોર લેન બનાવવાની કામગીરી પર સરકારે મંજૂરીની મહોર લગાવી દીધી છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેને સંલગ્ન કામગીરીનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે.

પ્રજાની માંગ, મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત રાજકીય આગેવાનોના સતત પ્રયત્નો તથા માર્ગ અને મકાન વિભાગ સહિત વહીવટી તંત્રની સતત કાર્યશીલતાના કારણે આ રસ્તાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ રોડને પહોળા કરવાની તથા સમતલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોડની વધુ વિગતો આપતા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તા.૨૮-૦૧-૨૦૨૨ ના રોજ  ૧૯૭.૦૬ કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું.

જે અન્વયે કી.મી. ૩૧/૮ થી ૭૨/૦ વચ્ચે કૂલ ૪૦.૨ કીમી. પૈકી ૩૯.૪૫ કીમીને હયાત ૧૦.૦ મી. પહોળારસ્તા માંથી ચાર માર્ગિય કરવાની તથા ૦.૭૫ કીમી હયાત ૧૦ મી. રસ્તાને ઓવરલેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તામાં આવતા કૂલ ૫૬ નાળાને પહોળા કરવાની કામગીરી તથા કૂલ ૨ મોટા પુલ પૈકી ૧ હયાત પુલની બાજુમાં નવો પુલ બનાવવાની અને ૧ હયાત જુના પથ્થરના પુલની જગ્યાએ નવા મોટા પુલનું બાંધકામ કરવામાં આવશે. ઉપરાંત કૂલ ૧૬૫૦ મી. પ્રોટેક્શનવોલની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ કામગીરી પરફેક્ટ ઇન્ફ્રાક્રોપ પ્રા.લિમિટેડ એજન્સીને સોંપવામાં આવી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.મોરબીની બે મહત્વના તાલુકા હળવદ અને મોરબીને જોડતા આ રસ્તો ફોર લાઈન બનતા ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે તથા વાહન વ્યવહાર વધુ સુગમ બનશે.




Latest News