મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીથી અણીયારી સુધીનો જેતપર રોડ ૧૪૧.૦૮ કરોડના ખર્ચે ફોરલેન બનાવવાનો શુભારંભ


SHARE







મોરબીથી અણીયારી સુધીનો જેતપર રોડ ૧૪૧.૦૮ કરોડના ખર્ચે ફોરલેન બનાવવાનો શુભારંભ

મોરબી સિરામીકના હબ સમા મોરબીથી જેતપર અણીયારી રોડ ફોર લાઈન બનાવવાની મોરબી વાસીઓની ઘણા સમયથી માંગ હતી. મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના રાજકીય આગેવાનોના પ્રયત્નો અને માર્ગ અને મકાન વિભાગ સહિત વહીવટી તંત્રની સતત કાર્યશીલતા ના પગલે આ માંગને મંજૂરીની મહોર લાગી ગઈ છે. મોરબી વાસીઓ માટે ખુશીના સમાચાર છે કે, આ રોડને ફોર લાઈન બનાવવાની કામગીરીનો માર્ગ અને મકાન વિભાગ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. આ રોડનું નિર્માણ થતાં આ રસ્તા પર થતું પરિવહન સુગમ બનશે. આ રસ્તા પર મુખ્યત્વે સિરામીક ઉદ્યોગને લગતું વાહનવ્યવહાર વધુ થાય છે ત્યારે સિરામીકની સુવિધામાં પણ વધારો થશે.

વધુ માહિતી આપતા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરશ્રી કે.એન.ઝાલાએ જણાવ્યું હતું કે, કુલ ૨૪.૩ કિમીના આ રસ્તાના ફોર લેન કામગીરી માટે  તા.૨૮-૦૯-૨૦૨૨ રૂ.૧૪૧.૦૮ કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે,    કી.મી. ૩/૨ થી ૨૭/૫૦ વચ્ચે કૂલ ૨૪.૩ કીમી. પૈકી ૪.૩૮૫ કી.મી. ને હયાત ૧૦.૦ મી. પહોળા રસ્તા માંથી ચાર માર્ગિય ડામર સપાટી તથા ૧૪.૪૪૦ કીમી ને ચાર માર્ગિય સિમેન્ટ કોંક્રીટ સપાટી કરવાની કામગીરી કરવાની થાય છે. ૦.૯૦ કીમીમાં હયાત સી.સી. રોડ પર ઓવરલે કરવાની અને ૪.૬૨૫ કીમી રસ્તાને હયાત ૧૦ મી. ડામર સપાટી વાળા રસ્તાના સ્થાને ૧૦ મી. પહોળ સિમેન્ટ કોંક્રીટ સપાટી વાળો રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવશે. આ રસ્તામાં કુલ ૧૭ નાળાનું નિર્માણ કરવામાં આવશે જે પૈકી ૮ નવા નાળા અને ૯ હયાત નાળાને પહોળા કરવાની કામગીરી કરવામાં આવનાર છે. કૂલ ૨૦૮૦ મી. પ્રોટેક્શનવોલની કામગીરી પણ કરવામાં આવશે. આમ, સર્વોત્તમ સુવિધા સાથે રસ્તાનું નિર્માણ થતાં મોરબીના પરિવહન સુવિધામાં વધારો થશે.






Latest News