મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પૂલે કામ કરતાં વીજ શૉટ લાગવાથી મજૂર યુવાનનું મોત


SHARE







મોરબીના ઝુલતા પૂલે કામ કરતાં વીજ શૉટ લાગવાથી મજૂર યુવાનનું મોત

મોરબીના ઝુલતા પૂલે કામગીરી દરમિયાન વીજ શૉટ લાગતા મજૂરી કામ કરતાં યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા ઘણા સમયથી મોરબીમાં આવેલ ઐતિહાસિક જુલતા પુલનું રીપેરીંગ અને રીનોવેશન કામ ચાલી રહ્યું છે દરમિયાન તે કામગીરી કરતા સમયે પ્રકાશભાઈ માલાભાઈ વાઢેર (ઉંમર ૨૩) રહે. હાલ ઝુલતાપુલ વાળાને ઈલેક્ટ્રીક સોટ લાગ્યો હતો જેથી કરીને પ્રકાશભાઈ વાઢેરનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમા ઈજા

મોરબીના સામાકાંઠે ભડીયાદ પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મોહનભાઈ મકવાણા (૭૧) અને ગંગાબેન મોહનભાઈ મકવાણા (૬૮) ને તેમની ભાણેજ હેતલબેન સાથે બોલાચાલી ઝઘડો થતા ઇજાગ્રાસ્ત હાલતમાં સિવિલે સારવાર માટે ખસેડાયા હતા જેથી બીટ વિસ્તારના જમાદાર પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ મહાકાળી મિલ નજીક થયેલ મારામારીના બનાવવામાં ઈજાઓ થવાથી સુરેશ બાબુભાઇ ધામેચા (૨૬) રહે.રાજ બેકરી પાસે વીસીપરા અને વિષ્ણુ ટપુભાઇ જાસલીયા (૨૪) રહે.વિશીપરાને સારવાર માટે સીવીલે ખસેડાયા હતા.






Latest News