મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપરા નજીક રામપરા વીડી પાસેથી બાઈકની ચોરી


SHARE







વાંકાનેરના ભોજપરા નજીક રામપરા વીડી પાસેથી બાઈકની ચોરી

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલ રામપરા વીડીના ગેટ પાસે ઝૂંપડામાં રહેતા યુવાને પોતાનું બાઈક ત્યાં પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૭૦૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ દાહોદના રહેવાસી અને હાલમાં ભોજપરા ગામની સીમમાં રામપરા વીડી પાસે ઝૂંપડામાં રહેતા અભેસિંગભાઈ સમસુભાઈ મેડા (ઉંમર ૩૯) એ પોતાના ઝૂંપડા પાસે તેનું બાઈક નંબર જીજે ૨૦ બીબી ૩૮૧૭ ને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ૭૦ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News